વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે PM મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન તેઓ સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે. સાથે સાથે કરોડોના વિકાસકાર્યોની ભેટ પણ આપશે. ત્યારે વડાપ્રધાનના ગુજરાત પ્રવાસનાં કારણે વિવિધ રૂટની કુલ 27 બસો રદ્દ કરવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વડાપ્રધાન મોદીનાં કાર્યક્રમોને લઈ વિવિધ રૂટની બસો રદ્દ કરવામાં આવી છે. જેમાં સજનપર-રાજકોટ-માળીયા, ચકમપર-રાજકોટ-ચમનપર, રામનગર-રાજકોટ-ભાવપર, નાનીવાવડી-જામનગર-હળવદ, રફાળેશ્વર-રાજકોટ- જાજાસર, બોડકી-સરવડ(વવા)-કુંતાસી, નેસડા- ભાવપર-સુલતાનપુર(હા), તરઘરી- જાજસર- વેણાસર(હરીપર), વૈણાસર(હ)-ખેવારીયા-ધુળકોટ(ધ્રા), ખેતરડી- વવાણીયા- રાસંગપર, પડધરી-ભાવપર-ગજડી, બંગવડી-બાલા- જીકીયારી, સોખડા-માળિયા-સોખડા, માળિયા-રાજકોટ, ચમનપર-રાજકોટ, ભાવપર-રાજકોટ, હળવદ-ધ્રાંગધ્રા, જાજાસર-રાજકોટ, કુંતાસી-રાજકોટ-હડમતીયા, સુલતાનપુર(હા)-રાજકોટ, વેણાસર(હરી)-કુંતાસી-નાનીબરાર, ધૂળકોટ(ઘા)-રાજકોટ, ફડસર-હરીપર(કે)-ઝુંઝીડા, રાસંગપર-મહેન્દ્રનગર-ધૂળકોટ-ભાવપર, ગજડી-રોમનગર-પીઠડ, જીકીયારી-વાધરવા-વાધરવા અને સોખડદ-સોખડા-નેસડા રૂટની બસ રદ્દ કરવામાં આવી છે. જેની નોંધ તમામ મુસાફરોને લેવા અને સહકાર આપવા સરકાર દ્વારા વિનંતી કરવામાં આવી છે.