Thursday, November 28, 2024
HomeGujaratમોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના નવ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા:ચાર આરોપીના પાંચ...

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના નવ આરોપીને કોર્ટમાં રજૂ કરાયા:ચાર આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી ચકચારી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ માં પોલીસે કુલ નવ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.જેમાં તમામ નવ આરોપીને મોરબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા ઓરેવા કંપની ના બે મેનેજર અને રિનોવેશન નો કોન્ટ્રાક્ટ રાખનાર પિતા પુત્રના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં ઓરેવાના બે મેનેજર દિપક નવીનચંદ્ર પારેખ અને દિનેશ મહાસુખરાય દવે તેમજ રિનોવેશન કરનાર કંપની ના માલિક પિતા પુત્ર પ્રકાશ લાલજીભાઈ પંચાલ અને દેવાંગ પ્રકાશભાઈ પંચાલ ના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારે અન્ય આરોપીઓ માદેવ લાખાભાઇ સોલંકી,મનસુખ વાલજી ભાઈ ટોપિયા,અલ્પેશ ગાલાભાઈ ગોહિલ,દિલીપ ગલાભાઈ ગોહિલ,અને મુકેશ દલસિંહભાઈ ચૌહાણ ને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!