મોરબીની બ્રિજ તૂટવાની ઘટનાથી ન માત્ર મોરબીમાં પરંતુ આખા ગુજરાતમાં માતમ છવાયો છે. ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત સરકાર દ્વારા રાજ્યવ્યાપી શોક પાળવાની અપીલ કરાઈ છે.
ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પડી જણાવવામાં આવ્યું છે કે, સામાન્ય વહીવટ વિભાગદ્વારા પરિપત્રથી મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને આદરના ચિહ્ન તરીકે, તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ રામગ્ર ગુજરાતમાં રાજકીય શોક જાહેર કરવામાં આવેલ છે. તેમજ તા.૦૨/૧૧/૨૦૨૨ ના રોજ ગુજરાત રાજ્યના તમામ ગામડાંઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં ગુજરાતના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે પ્રાર્થનાસભાનું આયોજન પણ સુચન કરવામાં આવ્યું છે.