મોરબી નગરપાલિકા દ્વારા મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ૧૩૪ લોકોને શ્રધાંજલિ આપવામાં આવી હતી જેમાં મોરબી નગરપાલિકા ખાતે પ્રાર્થના સભા રાખવામાં આવી હતી અને ત્યાર બાદ મોરબીના નેહરુ ગેટ ચોક માંથી કેન્ડલ માર્ચ યોજીને મૃતકોના આત્મા ની શાંતિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
આ પ્રાર્થના સભા અને કેન્ડલ માર્ચ માં મોરબી માળિયા ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ ભાઈ મેરજા તેમજ મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સહિત મોરબી નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ ,તમામ કાઉન્સિલર અને કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા.