મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટના ને લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસે ગુનો નોંધીને નવ આરોપીની ધરપકડ પણ કરી લીધી છે જેમાં બે મેનેજર સહિત ચાર આરોપી ને પાંચ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે
જે રિમાન્ડ દરમિયાન ઓરેવાં ગ્રુપ નો મેનેજર અને જયસુખ પટેલ નો નજીક નો ગણાતો આ કેસનો આરોપી દિપક પારેખ ની રિમાન્ડ દરમિયાન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી જેમાં દિપક પારેખ દ્વારા કરવામાં આવેલ ખુલાસાના આધારે મોરબી પોલીસ દ્વારા મોરબી રાજકોટ હાઇવે પર આવેલ ઓરેવાના મુખ્ય યુનિટ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આરોપી મેનેજર દિપક પારેખને સાથે રાખીને કરવામાં આવેલા આ સર્ચ ઓપરેશન માં પોલીસને ઝૂલતા પુલ ના કરાર અંગેના મહત્વના દસ્તાવેજો હાથ લાગ્યા હોવાની માહિતી પણ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ રહી છે.