ગુજરાતમાં વધુ એક નગરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે. મોરબીમાં ગત તા.૨૯ ઓકટોબર ૨૦૨૨ થી આગામી ૨૮ ઓકટોબર ૨૦૨૭ સુધી અશાંત ધારો લાગી કરવામાં આવ્યો છે. અશાંત ધારો લાગુ થયા બાદ મોરબીમાં મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડશે. તેમજ મિલકત વેચાણનું કારણ જણાવું પડશે.
મળતી માહિતી અનુસાર , મોરબીમાં ગત તા.૨૯ ઓકટોબર ૨૦૨૨ થી આગામી ૨૮ ઓકટોબર ૨૦૨૭ સુધી અશાંત ધારો લાગી કરાયો છે. જેને કારણે જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વહેચી નહિ શકાય. ત્યારે મોરબી શહેર એ ડિવિઝન વિસ્તારમાં આવતી ૧૧ જેટલા વિસ્તારોમાં જ આ અશાંત ધારો લાગી કરવામાં આવ્યો છે. જેમાં જનક નગર ,ન્યુ જનક નગર,રવિપાર્ક, નંદન વન, કુબેર નગર સોસાયટી, ગાયત્રી નગર, ન્યુ ગાયત્રીનગર નગર, મીરા પાર્ક, ગ્રીન ચોક વિસ્તારમાં આવતા તમામ રહેણાક વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે. તેમજ લખધીર વાસ, બક્ષી શેરી, જોડીયા હનુમાન જિનમંદિર વાળી શેરી, બુઢ્ઢા બાવા શેરી, ચૌહાણ શેરી, વિશ્ર્વકર્મા મંદિર, રામનાથ મંદિર વિસ્તાર, ભવાની ચોક શેરી, નવદુર્ગા ચોક, મોટી માધાણી શેરી,ખત્રી વાડ અને સ્વામિનાાયણ મંદિર શેરી આ તમામ વિસ્તારોમાં જીલ્લા કલેકટરની પૂર્વ મંજૂરી વિના મિલકત વહેચી નહિ શકાય તેવું જાહેરનામા માં જણાવાયું છે.