રવિવારે ગુજરાતના ઈતિહાસની દર્દનાક દુર્ઘટના સામે આવી છે. મોરબીનો ઝૂલતો પૂલ તૂટી જતા 400થી વધુ લોકો પાણીમાં પડી ગયા હતા. જેમાંથી 135 જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. ત્યારે મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનાં પરિજનોને મોરારિબાપુ દ્વારા સહાયતા અર્પણ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર,મોરબી ખાતે ઝુલતા પુલ પર થયેલી દુર્ઘટનામાં 135 જેટલા લોકો એ પ્રાણ ગુમાવ્યા છે. મોરબીના ઈતિહાસમાં ફરી એકવાર અત્યંત દુઃખદ ઘટના બની છે. પુજ્ય મોરારિબાપુની રામકથા હાલમાં રાજસ્થાનનાં નાથદ્વારા ખાતે ચાલી રહેલ છે. આ દરમ્યાન આ કરુણ ઘટનાનાં તેમને સમાચાર મળ્યા હતા અને પુજ્ય મોરારિબાપુએ એમની સંવેદના વ્યક્ત કરી હતી. અને જે લોકો મૃત્યુ પામ્યા હતા, તેમના નિર્વાણ માટે પ્રાર્થના કરી હતી. જે બાદ આજે પૂજ્ય બાપુ તરફથી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિજનોને ₹5,000 અને એક કાળી કામળી અર્પણ કરવામાં આવી છે. આ કાર્યમાં મોરબી કબીર આશ્રમના મહામંડલેશ્વર પૂજ્ય શિવરામ દ્વારા પણ આશીર્વાદ અને અમુલ્ય સહયોગ આપવામાં આવ્યો હતો. તેમજ રાજકોટના અતુલ ઓટોની ટીમ દ્વારા પણ સહાય પહોંચાડવા આવી આવી હતી. તેમજ આ તકે પુનઃ ફરી એકવાર પુજ્ય મોરારિબાપુ એ તમામ મૃતકો પ્રતિ એમની સંવેદના વ્યક્ત કરી હતી.