ચૂંટણી પંચની સુચના અનુસાર તા. ૧૨ અને ૧૩ નવેમ્બરે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની કામગીરી બંધ રહેશે
૫મી નવેમ્બરથી ૬૫-મોરબી, ૬૬- ટંકારા અને ૬૭-વાંકાનેર વિધાનસભા વિસ્તાર માતે ઉમેદવારી પત્ર મેળવવાની તથા રજૂ કરવાની પ્રકિયા શરૂ કરવામા આવી છે જે ૧૪ નવેમ્બર સુધી ચાલુ રહેનાર છે.
ગુજરાત રાજ્ય મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભારતના ચૂંટણી પંચે વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે નિયત કરેલ કાર્યક્રમ અનુસાર પ્રથમ તબક્કા માટે તા.૧૪/૧૧/૨૦૨૨ સુધી ઉમેદવારી પત્રો રજૂ કરવાના રહેશે. જાહેર રજાના દિવસો બાદ કરતા બાકીના દિવસોએ સવારના ૧૧:૦૦ કલાકથી બપોરના ૦૩:૦૦ કલાક સુધી ઉમેદવારી પત્રો સ્વીકારવામાં આવશે.વધુમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ૧૯૫૧ની કલમ- ૩૩(૧) મુજબ ચૂંટણી અધિકારીએ જાહેર રજાના દિવસોએ ઉમેદવારી પત્રો સ્વીકારવાના રહેશે નહીં. અહીં “જાહેર રજા” એટલે કે Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની “જાહેર રજા” અર્થ માન્ય રહેશે.
તા.૦૮/૧૧/૨૦૨૨ના રોજની જાહેર રજા Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી ન હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા તા.૨૫/૧૦/૨૦૨૨ના રોજ રજા જાહેર કરવામાં આવી હતી. આ રજાની અવેજીમાં તા.૧૨/૧૧/૨૦૨૨ને શનિવારના રોજ રાજ્ય સરકાર હસ્તકની તમામ કચેરીઓ ચાલુ રાખવામાં આવશે. તા.૧૨/૧૧/૨૦૨૨ના બીજા શનિવારની રજા ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ Negotiable instruments Act,૧૮૮૧ની કલમ-૨૫ હેઠળના હેતુ માટેની જાહેર રજાની વ્યાખ્યામાં આવતી હોવાથી આ દિવસે ચૂંટણી અધિકારીઓ દ્વારા કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં. ઉપરાંત રવિવારના દિવસે પણ જાહેર રજાના કારણે કોઈપણ ઉમેદવારી પત્ર સ્વીકારવામાં આવશે નહીં એમ વધુ યાદીમાં જણાવાયું