Wednesday, January 15, 2025
HomeGujaratમોરબીની ત્રણ બેઠક પર ૯૦૫ બુથમાં ૮.૧૭ લાખ મતદારો મતદાન કરશે:૮૦ વર્ષ...

મોરબીની ત્રણ બેઠક પર ૯૦૫ બુથમાં ૮.૧૭ લાખ મતદારો મતદાન કરશે:૮૦ વર્ષ ઉપરના મતદારો ઘરે બેઠા કરી શકશે મતદાન

મોરબી, ટંકારા અને વાંકાનેર મતવિસ્તારની વિધાનસભાની ચૂંટણી માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે જેમાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકોના ૫૩૧૨ PWD ના કર્મચારી મતદારો માટે પેપર બેલેટ તથા ૮૦ વર્ષ થી ઉપરની ઉમરના ૧૭૮૩૩ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે માટે પેપર બેલેટની વ્યવસ્થા કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતમાં હાલ વિધાનસભાની ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના ૨૯૯ બુથ, ટંકારા મતવિસ્તારના ૩૦૦ બુથ તથા વાંકાનેર મતવિસ્તારના ૩૦૬ બુથ મળી કુલ ૯૦૫ બુથ પર મતદાન થનાર છે ત્યારે મોરબી ચૂંટણી શાખા સાથે સંપૂર્ણ વહીવટી તંત્ર પણ ચૂંટણીઓની તૈયારીઓમાં સજ્જ બન્યું છે. લોકશાહીના આ પર્વ અન્વયે સમગ્ર જિલ્લામાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.

મોરબી જિલ્લાની ત્રણ બેઠકો: ૬૫-મોરબી, ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતવિસ્તાર માટે આગામી ચૂંટણીમાં ૧ નવેમ્બરની સ્થિતિએ ૬૫-મોરબી મતવિસ્તાર માટે ૧,૪૮,૬૯૫ પુરૂષો તથા ૧,૩૭,૯૮૮ મહિલાઓ મળી કુલ ૨,૮૬,૬૮૬ મતદારો, ૬૬-ટંકારા મતવિસ્તાર માટે ૧,૨૮,૧૩૧ પુરૂષો તથા ૧,૨૧,૩૧૩ મહિલાઓ મળી કુલ ૨,૪૯,૪૪૪ મતદારો અને ૬૭-વાંકાનેર મતવિસ્તાર માટે ૧,૪૫,૨૨૧ પુરૂષો તથા ૧,૩૫,૯૮૩ મહિલાઓ મળી કુલ ૨,૮૧,૨૦૫ મતદારો એમ કુલ ૮,૧૭,૩૩૫ મતદારો લોકશાહીના પર્વમાં ભાગીદાર બનશે.આ મતદારો પૈકી ૬૫-મોરબી મતવિસ્તાર માટે ૧,૬૪૨ ૬૬-ટંકારા મતવિસ્તાર માટે ૧,૭૩૯ અને ૬૭-વાંકાનેર મતવિસ્તાર માટે ૧,૯૩૧ મળી કુલ ૫,૩૧૨ PWD (Person With Disabilites)નો સમાવેશ થાય છે. જેમના માટે પેપર બેલેટ (ટપાલ મતપત્ર)ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા મતદાન કરી શકે.

ઉંમર પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવે તો ૧૮-૧૯ વર્ષના ૧૮,૮૯૬ મતદારો, ૨૦-૨૯ વર્ષના ૧,૭૫,૭૭૪ મતદારો, ૩૦-૩૯ વર્ષના ૨,૧૨,૦૮૯ મતદારો, ૪૦-૪૯ વર્ષના ૧,૫૩,૪૮૧ મતદારો, ૫૦-૫૯ વર્ષના ૧,૧૯,૭૨૨ મતદારો, ૬૦-૬૯ વર્ષના ૭૯,૮૯૯ મતદારો, ૭૦-૭૯ વર્ષના ૩૯,૬૪૧ મતદારો અને ૮૦ વર્ષથી ઉપરના ૧૭,૮૩૩ મતદારોનો સમાવેશ થાય છે. ૮૦ વર્ષથી ઉપરના મતદારોનું મતવિસ્તાર મૂજબ વર્ગીકરણ કરવામાં આવે તો, ૬૫-મોરબી મતવિસ્તારમાં ૬,૨૩૭, ૬૬-ટંકારા મતવિસ્તારમાં ૫,૭૪૦ અને ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં ૫,૮૫૬ મતદારો મળી કુલ ૧૭,૮૩૩ મતદારો ૮૦ વર્ષથી ઉપરની ઉંમરના છે. જેમના માટે પેપર બેલેટ (ટપાલ મતપત્ર)ની વ્યવસ્થા કરવામાં આવશે જેથી તેઓ ઘર બેઠા મતદાન કરી શકે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!