મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ.જાડેજાએ મિલ્કત વિરૂધ્ધના અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ અટકાવવા જરૂરી સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ચોરી કરેલ મોટરસાયકલ અને એક ચોરને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો ચુંટણીલક્ષી કામગીરી અંગે ઘુનડા ચોકડી પાસે વાહન ચેકીંગ કરતા હોય દરમ્યાન મોરબી રવાપર ચોકડી તરફથી સ્પ્લેન્ડર બાઈક ઉપર એક ઇસમ આવતા તેને રોકી તેનુ નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ ઈશ્વરભાઇ સોડાભાઇ ગીયોડ જણાવ્યું હતું. જેની પાસેથી વાહન અંગે કાગળો માંગતા પોતાની પાસે ના હોય જેથી મજકૂર પાસે રહેલ સ્પલેન્ડરને એ.એસ.આઈ રાજદિપસિંહ રાણાએ પોકેટ કોપ મોબાઇલથી સર્ચ કરી જોતા બાઈક અન્ય વ્યક્તિના નામે હોય અને સ્પલેન્ડર અરવલ્લી જીલ્લાના બાયડથી ચોરાયેલ હોય તેમજ મજકુર ઈસમે મોટર સાયકલ ચોરેલ હોવાની કબુલાત આપેલ હોય જેથી મજકુર ઇસમની એક બાઈક ચોરીના મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.