ગત પેટા ચૂંટણી માં હળવદ ધ્રાંગધ્રા બેઠક પર પરસોતમ સાબરીયા ચૂંટાયા હતા અને તે બેઠક પર પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા ની પણ સારી એવી પકડ છે ત્યારે બન્ને માંથી કોઈ એક ની પસંદગી થવાની શક્યતો સેવાઇ રહી હતી પરંતુ ભાજપ દ્વારા નવા જ ચેહરા ની પસંદગી કરવામાં આવી છે.
જેમાં યુવા ઉદ્યોગપતિ ,અને ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એસોસિયેશનસ ના પ્રમુખ તેમજ પાટીદાર સમાજના આગેવાન પ્રકાશભાઇ વરમોરા ની હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપ ઉમેદવાર તરીકે સતાવાર જાહેરાત કરવામાં આવી છે.