ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ, સ્ટેટીક સર્વેલન્સ,વિડીયો સર્વેલન્સ અને વિડીયો વ્યુઇંગ ટીમો કાર્યરત
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે ભારતના ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ અનુસાર ચૂંટણી ખર્ચના મોનિટરિંગ માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.), સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.), વિડીયો સર્વેલન્સ (V.S.T.) તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.)ની રચના કરવામાં આવી છે.
ચૂંટણી ફરજ પર નિયુક્ત થયેલા આવા અધિકારી/કર્મચારીઓને સ્પે.એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરી ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -૧૯૭૩ હેઠળ ખાસ કાર્યપાલક મેજીસ્ટ્રેટ તરીકે કલમ-૪૪, ૧૦૩, ૧૦૪, ૧૨૯ અને ૧૪૪ અન્વયે વિવિધ અધિકારો મોરબીએ જિલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ જી.ટી.પંડ્યા દ્વારા આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિધાનસભા મતવિસ્તાર, ૬૬-ટંકારા વિધાનસભા મતવિસ્તાર તથા ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણી માટે ફ્લાઈંગ સ્ક્વોડ (F.S.T.)માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. સ્ટેટિક સ્ટેટીક સર્વેલન્સ (S.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૩ એમ કુલ ૯ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાંત વિડીયો સર્વેલન્સ (V.S.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ તથા વિડીયો વ્યુઇંગ (V.V.T.) માટે પ્રત્યેક મતવિસ્તારમાં ૧ એમ ૩ ટીમની રચના કરવામાં આવી છે. જે ટીમો દ્વારા ચૂંટણી બાબતે ખર્ચ મોનિટરિંગની કામગીરી કરવામાં આવી રહી છે.