વાંકાનેર બેઠક પર ભાજપ તરફથી મહારાણા કેસરીદેવસિંહ ઝાલાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા હતા પરંતુ અંત સમયે જીતુ સોમાણી ના નામની જાહેરાત થતા વાંકાનેર ભાજપના પ્રબળ દાવેદાર ગણાતા કેસરીદેવસિંહ ઝાલા કેમ્પ માં નારાજગી જોવા મળી હતી.
જે નારાજગી આજે ચરમસીમાએ પહોંચી જતા મહારાણા કેસરીદેવસિંહે આજે અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે ફોર્મ ઉપાડ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે લોકચર્ચાઓ મુજબ કેસરીદેવસિંહ અપક્ષ અથવા આપ માં પણ જોડાઈ શકવાની શક્યતાઈ સેવાઇ રહી છે તેમજ વાંકાનેર બેઠક પર પ્રભુતવ ધરાવતા કોળી સમાજના આગેવાનો સાથે પણ બેઠક યોજે તેવી શક્યતો સેવાઇ રહી છે.