તાજેતરમાં થયેલ મચ્છુ ઝૂલતા પુલ દુર્ઘટના ને પગલે શોર બકોર ન કરવા સમર્થકો સૂચના અપાઈ
મોરબી જિલ્લાની મોરબી માળીયા બેઠક પર ભાજપ તરફથી કોને ઉમેદવાર જાહેર કરવામાં આવે છે તેની મોરબીના લોકો કાગડોળે રાહ જોતા હતા અને અંતે મોરબીના લોકો ના મનની વાત ભાજપ હાઈ કમાન્ડે સાંભળી હોય તેમ કાંતિલાલ અમૃતીયા ને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા.
જે બાદ ગઈકાલે કાંતિલાલ સવારે જ્યાંથી સૌ પ્રથમ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી માં ઝંપલાવવાની જાહેરાત કરી હતી તે પરશુરામ ધામ મોરબી ખાતે વિજય યજ્ઞ કર્યો હતો અને બાદમાં મોરબીની બ્રહ્મપુરી સોસાયટી ખાતે શિવ મંદિર ના શીલાન્યાસમાં હાજરી આપી ને ફોર્મ ભરવા તરફ આગેકૂચ કરી હતી જેમાં કાંતિલાલ ના નિવાસ સ્થાને સવારથી જ સમર્થકો નો જમાવડો જોવા મળી રહ્યો હતો અને મચ્છુ દુર્ઘટના ને પગલે કાંતિલાલ દ્વારા તેમના તમામ સમર્થકોને ફટાકડા ન ફોડવા,ઢોલ ત્રાંસા ન વગાડવા અને મીઠાઈ ન વેચવા સૂચના અપાઈ હતી અને મંત્રી અને મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા તેમજ પૂર્વ મંત્રી જયંતિભાઇ કવાડિયા અને મોરબી શહેર તેમજ જિલ્લા ભાજપના આગેવાનો અને હજારો સમર્થકો સાથે પોતાના નિવાસ સ્થાનેથી પગપાળા મોરબી તાલુકા સેવા સદન ખાતે પહોંચી ને ઉમેદવારી નોંધાવી હતી.