મોરબી જિલ્લાની ટંકારા પડધરી બેઠક પરથી દુર્લભજી દેથરિયાની ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા દુર્લભજીભાઈ પોતાના લાગતા વળગતા લોકોમાં દુલાભાઈના નામથી પ્રચલિત છે.દુલાભાઈ મોરબી જિલ્લા ભાજપ નાં પ્રમુખ તરીકે આવ્યા બાદ તેઓની ટંકારા પડધરી બેઠક પરથી ભાજપ દ્વારા નામ જાહેર કરતાં જ દુલાભાઈના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જો કે મોરબીની ગોઝારી ઝૂલતા પુલની ઘટના ને ધ્યાને રાખી કોઈ ઉજવણી કરાઇ નહોતી ત્યારે આજે દુલાભાઈ એ ટંકારા પડધરી બેઠક પરથી પ્રચારનું રણશિંગુ ફૂકી નાખ્યું છે.
ટંકારા પડધરી બેઠક પરથી પ્રચાર માટે આજે તેઓએ ટંકારાના પ્રચલિત લક્ષ્મી નારાયણ મંદિર નાં દર્શન કર્યા હતા અને શરૂઆત કરી હતી આં ઉપરાંત સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમી ગણાતી ટંકારા અધ્યાત્મ માટે પણ જાણીતી છે ઉલ્લેખનીય છે કે ટકારા એ તાલુકો હોવા છતાં પણ હાલ ગ્રામપંચાયત ધરાવે છે ઍ વાત પર દુલભાઈએ ખાસ ધ્યાન નોંધ્યું હતું અને આગામી સમયમાં તેના પર પણ આગળ વધવા ચર્ચો કરી હતી.
આ ઉપરાંત ટંકારા માં રોડ હોય પાણી કે અન્ય સુવિધાઓ માં પણ લોકોએ રજૂઆત કરતા લોકોની રજુઆત સાંભળી હતી આમ તો પાટીદાર અનામત આંદોલન પહેલા આં બેઠક ભાજપનો ગઢ ગણાતી હતી અને મોહન કુંડારિયાએ પણ અનેક વખત જંગી બહુમતીથી જીત હાંસલ કરી હતી જો કે પાટીદાર અનામત આંદોલન વર્ષ ૨૦૧૫ માં આવ્યા બાદ આં બેઠક પર કલર જોવા મળ્યો હતો.
ભાજપનો ગઢ ગણવામાં આવતી ટંકારા પડધરી બેઠક પર પાટીદાર આંદોલન બાદ ટવીસ્ટ આવ્યો હતો અને લેઉવા અને કડવા પાટીદારો દ્વારા પોતાની તાકાત બતાવી હતી અને કોંગ્રેસ તરફ વળ્યા હતા જેમાં લલિત કાગથરાએ વર્ષ ૨૦૧૭ ની વિધાનસભા બેઠકમાં આ બેઠક પરથી જંગી બહુમતીથી જીત હાસલ કરી હતી અને એ બાદ તેઓ લડાયક નેતા તરીકે પણ ઉભરી આવ્યા હતા.
આજથી ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા એટલે કે દુલાભાઈ એ રણશિંગુ ફૂકિં ઝંઝાવાત પ્રવાસ ની શરૂઆત કરી દીધી છે ત્યારે મહિલાઓ યુવાઓ અને વૃદ્ધો ને ધ્યાનમાં રાખો વિકાસની વાતો સાથે તેઓ આગામી સમયમાં ટંકારા પડધરી નાં ગ્રામ્ય પંથકમાં પણ પ્રવાસ શરૂ કરશે હવે નારાજ થયેલા અને કોંગ્રેસ તરફ નમેલા લેઉવા કડવા પાટીદારોને ફરી ભાજપ તરફ વાળવા દુલાભાઈ સફળ થશે કે કેમ એ આગામી સમય બતાવશે હાલ દુલાભાઈની ટીમ દ્વારા શરુઆત કરી આગામી સમયમાં જંગી બહુમતી થી જીત હાંસલ થશે તેવો આશાવાદ દુલાભાઇ એ વ્યક્ત કર્યો છે.