મોરબીની સબજેલમાં કાચા કામના કેદીએ આપઘાત કર્યો છે. વિશાલ ગોબરભાઈ ચોવસિયાએ વહેલી સવારે જ ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, હળવદમાં અપહરણ, પોકસો દુષ્કર્મ અને એટ્રોસીટી કેસમાં કાચા કામના કેદી તરીકે જેલમાં સજા ભોગવી રહેલ આરોપી વિશાલ ગોબરભાઈ ચોવસિયાએ મોડીરાત્રે સબ જેલના બેરેક નંબર ૧૦ ના બાથરૂમમા ગળેફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, મરણ જનાર આરોપી વિરુદ્ધ એટ્રોસીટી એકટ અને પોકસો સહિતના કાયદા મુજબ ગુન્હો નોંધાયો હતો. તેમજ આપઘાતની ઘટના અંગે સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચ્ચે અને પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..