મોરબી કોંગ્રેસ માં મોટો ફટકો પડ્યો છે જેમાં આજે મોરબી ભાજપના ઉમેદવારના મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે યોજાયેલા કાર્યક્રમ માં વિજય રૂપાણી ની ઉપસ્થિતિ માં મોટી સંખ્યામાં કોંગ્રેસ ના આગેવાનો અને સમર્થકો ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
જેમાં મોરબી રાજપૂત સમાજના અગ્રણીઓ અને સરપંચો તેમજ લોહાણા સમાજના અગ્રણીઓ ,ઠાકોર સમાજના અગ્રણીઓ કે જેઓ આજદિન સુધી કોંગ્રેસ ના સમર્થકો હતો તે તમામ આગેવાનો પોતાના સમર્થકો સહિત ૫૦૦ કરતા વધુ લોકોએ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો જેથી ચૂંટણી ટાણે જ કોંગ્રેસ ને મોટો ફટકો પડ્યો છે.