રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવનાર હોવાથી રાજકીય પક્ષોમાં અને આગેવાનોએ અત્યારથી ધોડધામ શરૂ કરી છે. તેમજ આજે વિધાનસભની પ્રથમ તબકકાની ચૂંટણીનાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે મોરબી જિલ્લા પોલિસ અધિક્ષકે વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી હતી.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા આજરોજ પંચાસર, નાની વાવડી તેમજ બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને મળી આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને લોકો વધુમા વધુ મતદાન કરે તે માટે લોકમાં જાગૃતિ લાવવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.