મોરબીમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈ જિલ્લા પોલીસ સજ્જ થઈ છે. અને ઠેર-ઠેર દરોડા પાડી જુગાર રમી-રમાડી રહેલ શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી પોલીસે વર્લી ફીચરનું જુગાર રમી-રમાડી રહેલ બે ઈસમોને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી દલવાડી સર્કલ પાસે રોડ ઉપર જાહેરમાં એક ઈસમ વર્લી ફીચરના આકડા લખી જુગાર રમી રમાડી રહ્યો છે. જે હકીતના આધારે પોલીસે રેઇડ કરી વર્લી ફીચરનુ સાહીત્ય સહીત જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો મળી કુલ રોકડા રૂા.૨૭૦/- નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. તેમજ ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયા નામના આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં માળીયા મી. પોલીસની ટીમે ખાખરેચી ગામના રામજી મંદીર ચોક પાસે રેઈડ કરી મનોજ ઉર્ફે બકો પ્રભુભાઇ કૈલા નામના ઈસમને જાહેરમાં બોલપેન તથા ડાયરી વડે વર્લીફીસરનો જુગાર રમી રમાડતા કુલ મુદામાલ રૂ.૧૨૦૦/- સાથે પકડી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.