માળીયા કચ્છ હાઇવે જાણે અકસ્માતનું હબ બની ગયો હોય તેમ વારંવાર અકસ્માતો ના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક અક્સ્માત સર્જાતા હાઇવે ઓથોરિટી ની જાણે કોઈ જવાબદારી છે જ નહિ તે રીતે બેદરકારી દાખવી છે જેના કારણે ૫૦ કિલોમીટર કરતા વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે .
જેમાં વાત કરીએ તો માળીયા થી સામખિયાળી જતાં હાઇવે પર ગત રાત્રીના સમયે ટેલર પલ્ટી મારી ગયું હતું જોકે આવા અકસ્માતો આ હાઇવે પર બનવા એ કોઈ નવાઈની વાત નથી પરંતુ આ અકસ્માત થયા બાદ રાત્રીના સમયે જ હાઇવે ઓથોરિટી દ્વારા અક્સ્માતગ્રસ્ત વાહન ને દુર ખસેડવાની તસ્દી સુધ્ધા લેવામાં આવી ન હતી અને જ્યાં સુધી માં તો માળીયા ના સોખડા ગામથી થી કચ્છના સામખિયાળી સુધી ૫૦ કિલોમીટર કરતા વધુ લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘણા લોકો ગત રાત્રિ થી હજુ પણ ટ્રાફિક માં ફસાયેલા છે ૩૦-૪૦ જેટલી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક માં ફસાયેલી છે ને હાઇવે ઓથોરિટી ની બેદરકારી ને કારણે દર્દીઓ પોતાના જીવ ગુમાવે તો પણ હાઇવે ઓથોરિટી ના પેટ નું પાણી હલતું નથી.