મોરબી જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો વિરુદ્ધ પોલીસે કાર્યવાહીનો દોર શરૂ કરી દીધો છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી દીધો છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વીશીપરા ધોળેશ્વર રોડ કેશવાનંદ બાપુના આશ્રમ સામે કુલીનગર-૧માં આવેલ રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાઈ રહ્યો છે. જે હકીકતનાં આધારે પોલીસે રેઇડ કરતા મોસીનભાઇ જુમાભાઇ માલાણીના મકાનમાં ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ અર્થે લાવેલ અલગ અલગ કંપનીના બીયર ટીન મળી આવ્યા હતા. જેમાં ગોડ ફાધર ધ લેજેન્ડ્રી ઓરીજનલ સ્ટોંગના ૦૬ બીયર ટીન, કિંગ ફીસર સુપર સ્ટોંગ પ્રીમીયમ બીયરનું ૦૧ ટીન અને કિંગ ફીસર સ્ટોર્મ સુપર સ્ટ્રોગ બીયરનું ૦૧ ટીન મળી કુલ રૂ.૮૦૦/-ની કિંમતના ૦૮ ટીંન નંગ પકડી પાડી મોસીનભાઇ જુમાભાઇ માલાણી નામનો આરોપી સ્થળ પર મળી આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સાજીદ કાદરભાઇ લધાણી નામનો આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે અન્ય બનાવમાં ટંકારામાં પાનનો ગલ્લો ચલાવતો ગોરધનભાઇ ઉર્ફે બાબો છનાભાઇ ભીસડીયાએ પોતાની કુળદેવી પાન નામની દુકાનમાં કાપડની થેલીમાં ભારતીય બનાવટની પરપ્રાંતિય ઇગ્લીશદારૂની MCDOWELLS NO1 COLLECTION WHISKY ORIGINAL ૩ બોટલ મળી કુલ રૂ -૧૧૨૫/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તેમજ ગોરધનભાઇ ઉર્ફે બાબો છનાભાઇ ભીસડીયાની ધરપકડ કરી પોલીસે તેના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.