મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનાની ગંભીર નોંધ લઇ મીડિયા રીપોર્ટને આધાર બનાવી ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમગ્ર મામલે સ્વતઃ સંજ્ઞાન લઈ સુઓમોટો નોંધ લેવામાં આવી હતી.
જેની ગઈકાલે તા.૧૫ રોજ સુનવણીમાં હાઇકોર્ટ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યા હતા જેનો બીજા દિવસે જવાબ રજૂ કરવા માટે મોરબી નગરપાલિકા ને જણાવ્યું હતું જે બાદ ગઈકાલે તા.૧૬ ના રોજ ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાલિકા દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો અને પાલિકા ના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોરબી નગરપાલિકા ના ચિફ ઓફિસર ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જેમની જગ્યાએ હાલ ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે અધિક કલેકટર ની નિમણુંક કરવામાં આવી છે અને અધિક કલેક્ટર હાલમાં ચુંટણી કામગીરી માં વ્યસ્ત હોવાથી જવાબ રજૂ કરી શક્યો નથી જે બાબતે હાઇકોર્ટ ના જજ દ્વારા કડક શબ્દોમાં જણાવ્યુ હતું કે જવાબ આજે જ રજૂ કરવો પડશે અને એ પણ ૧:૩૦ અથવા ૪:૩૦ વાગ્યા સુધીમાં નહિ તો ૧ લાખનો દંડ ભરવા તૈયાર રહેજો જે માં સહમતી દર્શાવતાં પાલીકા ના વકીલે ૪:૩૦ સુધીમાં જવાબ રજૂ કરવા નો કોલ આપ્યો હતો અને બાદમાં ફરીથી સુનવણી હાથ ધરવામાં આવતા હાઇકોર્ટ નું કડક વલણ જોતા મોરબી નગરપાલિકા દ્વારા ૪:૩૦ વાગ્યા સુધીમાં જવાબ રજૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં ઝૂલતા પુલ જ્યારે સૌપ્રથમ વાર અજંતા કંપની ને સોંપ્યો તે વર્ષ ૨૦૦૮ થી લઈને દુર્ઘટના સુધી ની તમામ માહિતી તારીખ વિગત સાથે જવાબમાં રજુ કરવામાં આવી છે તેમજ હાઇકોર્ટ દ્વારા આગામી ૨૪ તારીખે થનાર સુનવણી માં મોરબી નગરપાલિકા ના ચીફ ઓફિસર ને હાજર રહેવા જણાવ્યું હતું.