Wednesday, November 20, 2024
HomeGujaratમોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરમાં બે સ્થળે દરોડા પાડી દારૂનો જથ્થો...

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરમાં બે સ્થળે દરોડા પાડી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાતનાં DGPએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા સૂચનો કરતા તેની કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવિજન પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી છે. જયારે આરોપીઓ ફરાર થઈ જતા તેઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ મોરબી વાવડી રોડ હનુમાનજીના મંદિર પાસે ચેકિંગમાં હતી. ત્યારે GJ-36-AB-9631 નંબરનાં સફેદ કલરનાં એક્ષેસના ચાલાક સાહીલ મહંમદભાઇ લધાણી દૂરથી પોલીસને જોઈ જય પોતાનું વાહન સ્થળ પર મૂકી દેતા પોલીસે વાહન તપાસતા તેમાંથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૭૫૦ એમ.એલ કાચની રૂ.૧૧૨૫/- કિંમતની 3 બોટલો મળી આવતા દારૂ સહીત કુલ રૂ.૩૮,૧૨૫/-નો મુદામાલ કબ્જે કર્યો છે. જયારે વાહનચાલક પોતાનું વાહન સ્થળ પર મૂકી નાશી જતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

જયારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોરબીનાં વિજય ટોકીઝની બાજુમાં ખાખીની જગ્યામાં આવેલ કીશન નટવરલાલ કુબાવતનાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા સ્થળ પરહતી ભારતીય બનાવટની પરપ્રાંતીય રોયલ ચેલેન્જ વ્હીસ્કી ૭૫૦ મી.લી.ની કંપની શીલ પૈક ૦૧ બોટલ વેચાણ કરવાના ઇરાદે રાખી મુકતા પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે. જયારે આરોપી કીશન નટવરલાલ કુબાવત અને તેનો સાથી પુથુભા દીલુભા ઝાલા સ્થળ પર મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!