Sunday, January 12, 2025
HomeGujaratમોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ગુજરાતનાં DGPએ સમગ્ર ગુજરાતમાં આગામી સમયમાં વિધાન સભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ માં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર પ્રોહિબિશન અને જુગારની બદીને ડામવા સૂચનો કરતા તેની કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે અલગ-અલગ સ્થળોએથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી છે. તેમજ બે આરોપીઓને પકડી પાડી જેલ હવાલે કર્યા છે. જયારે એક આરોપી ફરાર થતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝનની ટીમે બાતમીનાં આધારે પોલીસે શકત શનાળા ગામ પાસે મેલડી માતાજીના મંદિર સામે રોડ ઉપર વોચ ગોઠવી GJ-36-J-9113 નંબરના સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ ચાલકને રોકી તેની પૂછપરછ કરી તેની પાસે રહેલ માલ સમાન તપાસતા તેમાંથી ભારતીય બનાવટ અંગ્રેજી દારૂની એબસોલેટ વોડકાની કુલ રૂ.૬,૦૦૦/- કિંમતની ૦૨ બોટલો, રેડ લેબલ બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કીની રૂ.૨,૦૦૦/-ની કિંમતની ૦૧ બોટલ તથા મેકડોવેલ્સ-૦૧ વ્હીસ્કીની ૦૧ બોટલ સહીત બાઈક મળી કુલ કિ.રૂ.૨૮,૩૭૫/-નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. જેની સાથે પોલીસે મહીપતભાઇ ઉર્ફે ભુરો રવજીભાઇ વાઘેલા નામના ઈસમની ધરપકડ કરી. જયારે અન્ય એક આરોપી હરેન્દ્રસિંહ ઉર્ફે ભુરો કનુભા જાડેજા સ્થળ પર મળી ન આવતા તેની શોધખોળ શરુ કરી છે.

જ્યારે બીજા દરોડામાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાસ્પદ જણાતાજુબેરભાઇ મહેબુબભાઇ માયક નામના યુવકને રોકી તેની પૂછપરછ કરી તેને તપાસતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સનં.૧ કલેકશન વ્હીસ્કીની ૪ બોટલ મળી આવતા પોલીસે આરોપીની અટકાયત કરી કુલ રૂ.૧૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!