મોરબીમાં અસામાજિક તત્વોનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. તેવામાં ગત તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ હળવદમાં માથક ગામે દશામાના મંદીર પાસેથી નીકળતા અમુક સામાજિક તત્વો ગાળો બોલતા હતા. જેને ગાળો ન બોલવાનું કહેતા ઈસમોને ખોટી લાગી આવતા બોલાચાલી કરી હતી. અને બંને જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને ખુનીખેલ ખેલાયો હતો. અને બંને પક્ષે હળવદ પોલીસ મથકમાં સામસામી ફરિયાદ નોંધાઈ છે.
ગોવિંદભાઇ દેવશીભાઇ મકવાણાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગોવિંદભાઇ દેવશીભાઇ મકવાણા તેના સાથીઓ સાથે માથક ગામે દશામાના મંદીર પાસેથી જતા હોય ત્યારે અંકલો ઉર્ફે વિજય ભુપતભાઇ કોળી, નિલેશ ઉર્ફે નિકો હેમુભાઇ કોળી, લાલજીભાઇ પ્રભુભાઇ કોળી અને અનિલભાઇ ભરતભાઇ રાવલ ગાળો બોલતા હોય જેથી ફરિયાદી અને તેના સાથીઓએ તેમને ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ