રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન -જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે તેમનાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા દરમિયાન પોલીસે બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર કે.જે.ચૌહાણને ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ સોખડા ગામના પાટીયાની સામે મુકેશ હનુમાનરામ બેરડ નામના આરોપીની બાલાજી હોટલ (પિતૃકૃપા હોટલ)માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી આયાત કરી તેનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે. જે ચોકકસ હકિકતને આધારે રેઇડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવનના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની રૂ. ૩૧,૭૨૫/-ની કિંમતની કુલ ૪૮ બોટલો મળી આવતા પોલીસે મુદામાલ કબ્જે કરી મુકેશ હનુમાનરામ બેરડ નામના આરોપીની ધરપકડ કરી છે. અને પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી બાજુ, અન્ય બનાવ અંગે મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસ સ્ટેશનની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દેવળીયા ગામે એક રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વેચવામાં આવી રહ્યો છે. જે હકીકતના આધારે પોલીસે હળવદના જુના દેવળીયા ગમે રહેતા જયદિપ ઉર્ફે દિપક કૌશિકભાઇ જોષી નામના શખ્સના રહેણાંક મકાનમાં રેઇડ કરતા સ્થળ પરથી ભારતીય બનાવટની રોયલ કલાસીક વ્હીસ્કીના રૂ.૧૭૦૦/-ની કિંમતના ૧૭ પાઉચ મળી આવ્યા હતા. ત્યારે ઉલ્લેખનીય છે કે, જયદિપ ઉર્ફે દિપક કૌશિકભાઇ જોષીને આ મુદ્દામાલ ઇમરાન કરીમભાઇ સંધવાણી વેચાણ કરવા માટે આપી ગયેલ હતો. ત્યારે રેઇડ દરમિયાન જયદિપ ઉર્ફે દિપક કૌશિકભાઇ જોષી સ્થળ પરથી મળી આવતા તેની અટકાયત કરવામાં આવી છે. જયારે ઇમરાન કરીમભાઇ સંધવાણી નામના આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.