ગુજરાતમાં ચૂંટણીના પ્રચાર પ્રસાર પુરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા એડિંચોટીનું જોર લગાવી રહી છે. દરેક પક્ષ મતદારોને રીઝવવા ઉમેદવારો પક્ષના સ્ટાર પ્રચારકોથી લઇ પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પ્રચાર માટે મેદાને ઉતારી રહ્યા છે, ત્યારે ભાજપે પણ પોતાના દિગ્ગજ નેતાઓને ગુજરાતના રણ મેદાનમાં ઉતારી દીધા છે. જ્યાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.ન્ડ્ડા,કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ જાહેરસભા સંબોધી ગુજરાતને ગુંજવી રહ્યાં છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા મોરબી ખાતે જાહેર સભા સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે ડબલ એન્જીનની સરકારનાં વખાણ કર્યા હતા. તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
હળવદ ધ્રાંગધ્રા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રકાશ વરમોરાના સમર્થનમાં હળવદ ખાતે યોગી આદિત્યનાથની જનસભા યોજાઇ હતી. જ્યાં યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધતા કહ્યું હતું કે, મોરબીમાં આપણે બધા જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના ઘટી હતી અને આ ઘટનામાં વિશ્વની સંવેદના મોરબી સાથે હતી. મોરબી પુલ દુર્ઘટના હોય કે પછી ૧૯૭૯ માં પુર હોનારત હોય ફરી મોરબી ઉભું થયું છે. જેને પોતાના પરિવારજનોને ખોયા છે તેની સાથે અમારી સંવેદનાના છે. ગુજરાતની ડબલ એન્જીનની સરકાર પણ આ લોકો સાથે છે. ગુજરાત સ્વંત્રતા સેનાનું રાજ્ય છે. સ્વામી દયાનંદ સરસ્વતીને પેદા કરવાનું સાર્મથ્ય આ ધરતીમાં છે. સ્વતંત્ર ભારતનાં એકી કરણનું બીડું ઉઠાવનાર સરદાર પટેલ પણ ગુજરતનું દેન છે. જ્યારે ભારત અરાજકતા વચ્ચેથી પસાર થઈ રહ્યું હતું. ત્યારે મોદીજીને મોકલવામાં આવ્યા આઝાદીનાં અમૃત મહોત્સવ વચ્ચે આખો દેશ જ્યારે સામેલ છે. ત્યારે હર ઘર તિરંગા લગાવી ઉજવવામાં આવ્યો છે.
આદિત્યનાથે વધુમાં જણાવ્યું હતું કે, 20 મોટા દેશનું નેતૃત્વ પણ ભારત આગામી સમયમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કરશે. જે ભારતનું ગૌરવ છે. ગુજરત અને યુપી વચ્ચે ઘણી સામ્યતા છે. યુપીની ધરતીની પણ મહાનતા છે. દેવોની ભુમી છે. અને તેનું યોગદાન હમેશાં રહ્યું છે. મોદી આવ્યા પછી ગુજરાત અને ભારતનો વિકાસ થયો છે. ગૂજરાત નવા નવા મોડેલ સાથે વિશ્વની સામે છે. નરેન્દ્ર મોદી જ્યારે દેશનું નેતૃત્વ કરવા દિલ્લી ગયા ત્યારે તેઓએ આ જ નક્કી કર્યું હતું. ભારતની આસ્થાનું સ્વમાન હોવું જોઈએ. વર્ષો બાદ અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલે છે. કાશીમાં કાશી વિશ્વ નાથનું કામ ચાલે છે. મહાકલમાં ભવ્ય રૂપથી ખીલી રહ્યું છે. જે નવા ભારત નવી આસ્થાનું સન્માન કરી રહ્યું છે. ફ્રીમાં ટેસ્ટ… વેક્સિન ઉપચાર અને ફ્રીમાં ગરીબો માટે ગરીબ માટે રાશનની વ્યવસ્થા. આ જ છે ડબલ એન્જીનની સરકાર છે. કૉંગ્રેસ ગરીબોનું અનાજ ખાઈ જતાં હતા, કોંગ્રેસ અયોધ્યામાં શું રામ મંદિર બની શકે ? કૉંગ્રેસ શું કાશ્મીરમાંથી ૩૭૦ હતાંવી શકે? જો કાઈ કોંગ્રેસ ના કરી શકે તો શા માટે કોંગ્રેસને મત આપવો જોઈએ. યુપીની આબાદી ૨૫ કરોડ છે. ૪૦૩ વિધાનસભાની સીટોમાંથી ફકત બે સીટો જ કોંગ્રેસ જીતી શકી હતી. અંતિમ વિધિમાં કાંધો આપવા માટે પણ ચાર લોકો જોઈએ. યુપીનાં લોકોએ કોંગ્રેસને એ લાયક પણ નથી છોડ્યા. શું આપ લોકો ભાજપ દ્વારા ઉતરેલા પ્રકાશ વરમોરાને હળવદ ધાંગધ્રામાંથી વિજેતા બનાવશો…??? તેમ યોગી આદિત્યનાથ દ્વારા જાહેર જનતાને પૂછવામાં આવ્યું હતું.