ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્કીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે. આમ તો આ વર્ષે ભાજપ અને કોંગ્રેસ પક્ષ સાથે સાથે હવે આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ ચૂંટણી સંગ્રામમાં ઝંપલાવી પ્રચાર પ્રસાર શરુ કરી દીધો છે. ઉમેદવારો પ્રજા વચ્ચે જઈને કરેલી કામગીરીના ગુણગાન અને આવનાર સમયમાં કરવા જેવી કામગીરીના વાયદા સાથે પ્રજા પાસે મત માંગવા જતા હોય છે. પરંતુ હવે મોરબીના ટંકારા પડધરી મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા પર મતદારો ઉકળી ઉઠ્યા હોય તેવું લાગી રહ્યું છે. “કાકાના કામ નહિ કાકાનાં કાંડ બોલે છે” ના ટેગ સાથેનો એક વિડીયો હાલ સોશિયલ મિડિયામા વાયરલ થયો હતો.
મળતી માહિતી અનુસાર, રફાળેશ્વર ગામે મતદારોએ લલિત કગથરાને ઉધડો લીધો છે. હાલ સોશિયલ મિડિયામાં એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં લોકો કહી રહ્યા છે કે, તમારા ઓળખીતા હોય તેને તમે સમર્થન આપો છો અને આજે અમારા ગામમાં મત માગવા આવો છો. તેમજ કાકાના કામ નહિ કાકાનાં કાંડ બોલે છે તેવું કહી લલીત કગથરાંને ઉધડો લીધો હતો. અને રફાળેશ્વર ગામના લોકોએ તેમના ગામમાં કાકાને સભા પણ કરવા દીધી નાં હતી. રફાળેશ્વર ગામના નરેશ ગોહેલ નામના યુવાને પોલીસ તપાસમાં લાગતા વળગતા નો પક્ષ ખેંચ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમજ ટંકારા બેઠકના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરા આજે ચુંટણી પ્રચાર અર્થે રફાળિયા ગામે ગયા હતા. જ્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યાં નેતાજીએ જવાબ આપવામા હિચકિચાટ અનુભવ્યો હતો. તેમજ કાકાના કામ બોલે છે ના સુત્રોના બેનર હેઠળ પ્રચાર કરતા લલિત કગથરાના કાંડ બોલે છે ના ટેગ સાથેનો એક વિડીયો સોશિયલ મિડિયામા વાયરલ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા નેતાઓ એના મતવિસ્તારમાં જતા હોય છે અને નારાજગીનો સામનો પણ કરવો પડે છે. ત્યારે એક મતદાતાનાં પ્રશ્નોનો જવાબ ન આપી શકનાર વર્તમાન ધારાસભ્યનો વિડીયો રેકોર્ડીંગ કરી રહેલ યુવાનને પણ રોકવામાં આવ્યો હતો. પરંતુ જેટલુ વિડિયો રેકોર્ડિંગ થયું તે વિડિયો રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં અપલોડ થતાની સાથે જ વાઇરલ થયું હતું.