મોરબીમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે અને ગફલત ભરી રિતે પોતાનુ વાહન ચલાવી અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે ગત ૨૨/૧૧/૨૦૨૨ નાં ટંકારામાં રોજ એક ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું મોત નિપજયું હતુ. જયારે અન્ય મહિલાને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામા આવી છે. જયારે ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં ઢુવા ચોકડી નાગરાજ હોટલ સામે નાલા પાસે સર્વિસ રોડ પર ગત ૨૨/૧૧/૨૦૨૨ નાં રોજ જીજે-૧૩-એટી-૭૯૮૨ નંબરના બાઈક ચાલક તેમની પત્ની સાથે પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે તેમને ઠોકર મારી મોટર સાયકલ ચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી જીજે-૧૩-એટી-૭૯૮૨ નંબરના ડમ્પરનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ જતાં તેનાં વિરૂધ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ક.૨૭૯,૩૦૪-અ,૩૩૭,૩૩૮ તથા એમ.વી.એકટ ૧૩૪,૧૭૭,૧૮૪ મુજબ ગુનો નોંધાયો છે.