મોરબી ભાજપ માં આંતરિક જુથબંધી ચરમસીમાએ પહોચી ગઈ છે અને ભાજપના આગેવાનો પણ જાહેરમાં આંતરિક વિખવાદની વાતને રદિયો આપતા નિવેદનો કરી રહ્યાં છે ત્યારે આ ચૂંટણીમાં આંતરિક વિખવાદ ની અસર બેઠક પર ન પડે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આજે અચાનક મોરબી આવ્યા હતા.
જેમાં મોરબીના સમાકાંઠે આવેલ પરશુરામ પોટરી ખાતે સીઆર પાટીલ નું હેલિકોપ્ટર લેન્ડ થયું હતું જ્યાંથી પસ્ટિલ સહિતના મોરબી ભાજપના નેતાઓ લાલપર હોટેલ ખાતે પહોંચ્યા હતાં અને ખાનગી બેઠક શરૂ કરવામાં આવી હતી જ્યારે સીઆર પાટીલ ની મોરબી મુલાકાત પણ અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી અને આ મોરબી મુલાકાત ની વાત ફક્ત મોરબી ભાજપના અમુક આગેવાનો ને જ ખબર હતી જેથી મોરબી ની ગુપ્ત મુલાકાત અને બાદમાં ગુપ્ત મિટિંગ થવાથી મોરબી ભાજપમાં આંતરિક વિખવાદ હદ વટાવી ગયો હશે અને એથી જ સીઆર પાટીલને ખુદ મોરબી ધક્કો ખાવો પડ્યો હદે એવું મોરબીવાસીઓમાં ચર્ચાઈ રહ્યું છે.