રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ આગામી દિવસોમાં આવનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે શનાળા રોડ સમયના ગેઈટ પાસેથી એક શખ્સને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાસ્પદ જણાતા ભાવેશભાઈ મનસુખભાઈ ડાભી નામના શખ્સને શનાળા રોડ સમયના ગેઈટ પાસે જાહેરમાં રોડ પર રોકી તેની પૂછપરછ કરી તેની તપાસ કરતા તેના કબ્જામા ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોલ્સ નં.૧ સુપિરિયર વ્હીસ્કીની ર બોટલો મળી કુલ રૂ.૭૫૦/-નો મુદામાલ સાથે ભાવેશભાઈ મનસુખભાઈ ડાભી નામના શખ્સને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.