હિન્દૂ ધર્મમાં દરેક એકાદશીનું પોતાનું મહત્વ હોય છે. દરેક માસમાં બે એકાદશી આવે છે. માગશર માસમાં શુક્લ પક્ષની એકાદશીને મોક્ષદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વર્ષે મોક્ષદા એકાદશીનું વ્રત આજે 03 ડિસેમ્બર 2023ના રોજ છે. મોક્ષદા એકાદશી પર ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે. જેની હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
હળવદની મહર્ષિ ગુરુકુળ ખાતે ગીતા જયંતીની ૧૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનું વિવિધ રીતે પૂજન કરી કૂર્તજ્ઞતા વ્યક્ત, 700 વિદ્યાર્થીઓએ 700 શ્લોક કંઠસ્થ કરી ગીતા જયંતીની અનોખી રીતે ઉજવણી કરી હતી. અને ચાલો ગીતા જાણીએ, સાચું જીવન માણીએ, સૂત્ર સાર્થક કર્યું હતું. તેમજ ગીતા જયંતી નિમિત્તે શ્લોક કંઠસ્થ શ્લોક, જ્ઞાન, માં ગીતાનું પૂજન, ભક્તિ યુગનું પારાયણ, પોસ્ટરો,બેનરો, વિવિધ રીતે ગીતા જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગુરુકુળમાં કે.જીથી પી.જી. સુધીના તમામ વિદ્યાર્થીઓએ સ્ટાફ મિત્રોએ હર્ષોલ્લાસથી ગીતા જયંતીની ઉજવણી હતી અને મહર્ષિ ગુરુકુળના એમડી રજનીભાઈ સંઘાણીએ ચાલો ગીતા જાણીએ સાચું જીવન માળીએનું સૂત્ર આપી ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓને શિક્ષકો વાલીઓને ગીતા જયંતીની શુભેચ્છા પાઠવી હતી.