રાજકોટ જિલ્લા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબીનાં એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ કામગીરી કરતા દરમિયાન મોરબી એસ.ઓ.જી.એ તમીલનાડુ રાજ્યના ખુનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી લીધો છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ જિલ્લા રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ તેમજ મોરબીનાં એસ.પી. રાહુલ ત્રિપાઠીએ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આચાર સંહિતા અમલમાં હોય જે અન્વયે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને એસ.ઓ.જી, ચાર્ટર મુજબની કામગીરી જેમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જેથી મોરબી એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન તમિલનાડુ પોલીસ દ્વારા જાણ થયેલ કે, તમીલનાડુ રાજ્યના મઠીગીરી પોલીસ સ્ટેશનનો સોમનાથપુર રેમુના ઓરીસ્સામાં રહેતો પ્રમોદકુમાર નરેન્દ્ર જેના નામનો આરોપી મર્ડરના ગુન્હામાં નાસતો ફરતો હોય, જે અંગેની ખાનગી હકીકત હ્યુમન રીસોર્સીસ માફરતે હેડ કોન્સ્ટેબલ જુવાનસિંહ ભરતસિંહ રાણા તથા કોન્સ્ટેબલ આશીફભાઇ રહીમભાઇ રાઉમાને મેળવતા આરોપી પ્રમોદકુમાર નરેન્દ્ર જેનાને સોલો સીરામીક પાસેથી બાતમીના આધારે વોચ ગોઠવી યુક્તિપુર્વક શોધી કાઢી તમિલનાડુ પોલીસને સોંપ્યો છે.
આ કામગીરીમાં મોરબી એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી તથા એ.એસ.આઇ રણજીતભાઇ બાવડા, રસીકકુમાર કડીવાર, સબળસિંહ સોલંકી,મહાવિરસિંહ પરમાર, જુવાનસિંહ રાણા, શૈખાભાઇ મોરી, આશીફભાઇ રાઉમા તથા ભાવેશભાઇ મીયાત્રા, કમલેશભાઇ ખાંભલીયા,અંકુરભાઇ ચાચુ,અશ્વિનભાઇ વીરાભાઇ લોખિલ સહિતના જોડાયેલ હતા.