રાજકોટનાં રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ વિધાનસભા સામાન્ય ચૂંટણીની મતગણતરી શાંતીપૂર્ણ માહોલમાં યોજાય તે હેતુથી મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણને સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડિવીઝન પોલીસે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. જયારે અન્ય એક ઈસમ ફરાર થયો છે.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાસ્પદ જણાતી નંબર પ્લેટ વગરની કથ્થઇ કલરની એક્ષેસ ગાડીને રોકી સીરાજ ગુલામ હુસેન ઉર્ફે રાજુભાઇ સુમરા અને સમીર ગુલામ હુસેન ઉર્ફે રાજુભાઇ સુમરાની પૂછપરછ કરી ગાડી તપાસી બંને યુવકો સાથે રહેલ સલીમ જુસબ કટીયાને તપાસતા તેની પાસેથી ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની ૭૫૦ એમ.એલ કાચની કંપની સીલબંધ સીગ્નેચર રેરની ૧ બોટલ મળી આવી હતી. જે મળી કુલ રૂ.૫૨,૮૨૦/-નો મુદામાલ પોલીસે જપ્ત કર્યો છે. અને સીરાજ ગુલામ હુસેન ઉર્ફે રાજુભાઇ સુમરા અને સમીર ગુલામ હુસેન ઉર્ફે રાજુભાઇ સુમરાની પોલીસે અટકાયત કરી છે. જયારે સલીમ જુસબ કટીયા પોલીસને ચકમો દઈ સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.