માળીયા મીયાણા તથા નવલખી ખાતેના અસંગઠીત ક્ષેત્રના મજુરોના ગ્રુપ અસંગઠિત મજુર ગ્રુપ દ્વારા દરીયામાં ઢોળાતી વેસ્ટ કોલસી કાઢવા બાબતે તેમજ દરીયામાં કોલસી કંપનીઓ દ્વારા ફેલાતો પ્રદુપણ અટકાવવા બાબતે નાયબ કલેક્ટર અને મામલતદારને પત્ર લખવામાં આવ્યો હતો.
અસંગઠિત મજુર ગ્રુપ દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, અમો માળીયા મીયાણા તથા નવલખી ખાતેના અસંગઠીત ક્ષેત્રના મજુરો છીએ. અમો માચ્છીમારી તેમજ છુટક મજુરી કરી અમારા ગરીબ પરીવારોનું ગુજરાન ચલાવીએ છીએ. નવલખી બંદરે શીપીંગ કંપનીઓની કોલસીની શીપો લાંગરે છે. જેમાં કોલસી ખાલી કરતા સમયે જે કોલસીઓ દરીયામાં ઢોળાય છે. તે કોલસી અમો નાની નાની હોડીઓ લઇને પાણીમાં ડુબેલી કોલસી કે જે સાવ લવ થઇ ગયેલ હોય તેને પાણીમાંથી બહાર કાઢી ત્યાં રહેલ ગટરો સાફ કરી દરીયાનું પાણી ચોખ્ખુ કરી બહાર નીકળેલ કૌલસીનું છૂટક વેચાણ કરી અમારા પરીવારોનું ગુજરાન ચલાવવા માંગીએ છીએ,
અસંગઠિત મજુર ગ્રુપ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, નવલખી બંદરે કોલસીની ઈમ્પોર્ટ થતી હોય જેની મુખ્ય કંપનીઓ દ્વારા શીપ ખાલી થઇ ગયા બાદ દરીયામાં મેળાતી કોલસી કે જે સાવ રદ્દી અને ગારા કીચડમાં મીક્સ થઇ ગયેલ હોય જે કંપનીના કોઇ ઉપયોગમાં આવતી નહોય કે તેને લેનાર પણ કોઇ ન હોય આ રદ્દી તેમજ તદ્દન કચરો થઇ પાણીમાં ઢોળાય ગયેલ કોલસી અમો અમારા હુડકા દ્વારા બહાર કાઢી દરીયામાં ફેલાતુ પ્રદુષણ પણ અટકાવીએ છીએ. જેની અસર સીધી મત્યસ્ય ઉદ્યોગ પર થતી હોય જે દેશને વાર્ષીક કરોડો રૂપિયાનું મૃત્યસ્ય ઉદ્યોગ ક્ષેત્રે આપણા દેશને મુંડીયામણ મળતુ હોય આથી વર્ષોથી આવી કામગીરીના જાણકાર હોય આવી કામગીરી કરવા સક્ષમ હોય તેમજ સદર કામથી અમો મજુરોને આ ખરાબ કોલસી મારફતે રોજીરોટીના ૨૦૦ થી રૂ. ૩૦૦ દૈનિક રોજ છુટતુ હોય આવી કામગીરી અમને અપાવવા અમારી નમ્ર વિનંતી છે. અમો આપ સાહેબ જે રીતે અને શરન જણાવશો તેનું પાલન કરવા અમો હર હંમેશ તૈયાર અને તત્પર છીએ. તો અમારી આ અરજી ધ્યાને લઇ તાત્કાલીક ઘટતુ કરવા વિનંતી.