મોરબી જિલ્લામાં દારૂ જુગારની બદીને ડામવા માટે મોરબી જિલ્લા પોલોસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સૂચન કરેલ હોય જે અનુસંધાને કામગીરી દરમિયાન હળવદ પોલીસે શહેરના તળાવ ની પાળ પાસે જુગાર ની મહેફિલ પર દરોડો પડ્યો હતો અને ચાર આરોપી ને ઝડપી પાડ્યા હતા.
જે વિગત મુજબ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક ની સૂચનમુજબ દારૂ જુગારની બદીને ડામવા કાર્યરત હળવદ પીઆઇ એમ વી.પટેલ ને બાતમી મળી હતી કે હળવદ શહેરના વોરા સોસાયટી પાછળ તળાવની પાળ પાસે જુગાર ની મહેફિલ જામી છે જેથી હળવદ પીઆઇ દ્વારા પોલીસ સ્ટાફ ને ઉપરોક્ત સરનામે દરોડો પાડવા સૂચન કરવામાં આવ્યું હતું જ્યાં દરોડા દરમિયાન પોલીસે ચાર આરોપીઓ મોસીન હબીબભાઈ ચૌહાણ(ઉ.વ.૩૩ રહે. જંગરીવાસ,હળવદ),તોફિક ગુલામહુસેનભાઈ સિપાઈ(ઉ.વ.૩૨ રહે.જંગરીવાસ હળવદ),આરીફ મુસ્તુફા રાઠોડ(ઉ.વ.૩૪ રહે.ગીતામિલ પાસે પંચાસર રોડ મોરબી),યુનુસ બચુભાઇ સિપાઈ(ઉ.વ.૫૮ રહે.મોટું ફળિયું ,જંગરિવાસ પાસે હળવદ) ને રોકડ રકમ રૂ.૧૧,૦૫૦ અને ત્રણ મોબાઈલ કી. રૂ.૩૦૦૦ મળી કુલ રૂપિયા ૧૪,૦૫૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે આ દરોડા દરમીયાન પોલીસને જોઈને ત્રણ આરોપીઓ હસમુખ પ્રભુભાઈ ઠાકોર(રહે.કંરાચી કોલોની સામે, હળવદ),ઈલિયાસ આમદભાઈ સોઢા (રહે. રામપર નસીતપર તા.મોરબી જી.મોરબી) અને રવિ દિલીપભાઈ જોષી(રહે. હળવદ ) વાળા નાસી છૂટયા હતા જેને પકડી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઈ ડી.એમ.ઢોલ તથા પીઆઈ એમ.વી.પટેલ,પીએસઆઈ કે.એન.જેઠવા અને કીરીટભાઈ જાદવ,દેવેન્દ્રસિંહ ઝાલા,ગંભીરસિંહ ચૌહાણ,બીપીનભાઇ પરમાર,તેજપાલસિંહ ઝાલા તથા કમલેશભાઈ પરમાર સહિતની સ્ટાફ જોડાયો હતો.