પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. જેને ધ્યાને રાખી શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળા SSC બેચ વર્ષ 2006 દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
“ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:” શ્લોકને સાર્થક કરતો કિસ્સો શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળામાં સામે આવ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે. જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન શ્રી કૃષ્ણ, ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે. ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. આગામી તા.૧૮-૧૨-૨૦૨૨ અને રવિવારના રોજ બપોરે ૪:૦૦ કલાકે પટેલ સમાજ વાડી, બગથળા ખાતે ગુરુ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાશે. જેમાં જોડાવવા માટે ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫) તથા કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.