ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂરી થતાંની સાથે જ ફરીથી દારૂની રેલમછેલ થઇ રહી હોય તેવો ઘાટ થયો છે. ત્યારે જ મોરબી જિલ્લા પોલીસે બે અલગ-અલગ સ્થળોએ રેઇડ કરી દારૂનો જથ્થો સીઝ કર્યો છે અને બે આરોપીઓની ગુન્હો પ્રોહીબીશન એકટની કલમ ૬૫ એ એ, ૧૧૬બી મુજબ ધરપકડ કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, યમુનાનગર હનુમાનજીના મંદિર પાછળ રોડ ઉપર દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જે બાતમીના આધારે પોલીસે યમુનાનગર શેરી નં.૨ માં જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઇ ચાવડાને ત્યાં રેઇડ કરતા પ્લાના બાચકામા છુપાવેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની ઓરેન્જ વોડકાની ૩૦ શીલ પેક નાની નાની બોટલો મળી આવી હતી. જે કુલ રૂ.૧૨૦૦/-ની બોટલો સાથે આરોપી જીજ્ઞેશભાઇ ઉર્ફે જીગો રોહીતભાઇ ચાવડાની પોલીસે ધરપકડ કરી છે.
જયારે અન્ય દરોડામાં માળીયા મીં. પોલીસની ટીમ ગઈકાલે પેટોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, દુરખીરઇ થી કાજરડા ગામ જવાના રસ્તે દેશી દારૂની ભઠ્ઠી ધમધમી રહી છે. જે હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા સ્થળ પરથી દેશી પીવાનો દારુ બનાવવાનો આથો રાખી બીલાલભાઇ દાઉદભાઇ ભટ્ટી નામનો આરોપી ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવતા રેઇડ દરમ્યાન ૫૦ લીટર ગરમ આથો તથા ઠંડા આથો ભરેલ ૨૦૦ લીટરની ક્ષમતા વાળો એક બેરેલ તથા દેશી દારૂ ભરેલ ૩૦ લિટરનો ૧ કેન તથા ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂ.૧૧૪૦/- ના મુદ્દામાલ સાથે પોલીસે બીલાલભાઇ દાઉદભાઇ ભટ્ટી નામના આરોપીની માળીયા મીં. પોલીસે ધરપકડ કરી છે