Saturday, January 11, 2025
HomeGujaratમોરબી સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરાયુ

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજની મહિલા પાંખ દ્વારા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરાયુ

હાલના સમયમાં બાળકો મેદાનમાં ઓછા અને મોબાઇલમાં રમતો રમતા વધુ જોવા મળે છે. ત્યારે બાળકોને મેદાન તરફ પાછા વાળવા મોરબીના પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પાંખના પ્રમુખ કિરણબેન ઠાકર દ્વારા રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

કિરણબેન ઠાકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજ રોજ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ જિલ્લા મહિલા પાંખના પ્રમુખ કિરણબેન ઠાકર દ્વારા રમત ગમત સ્પર્ધા કાર્યક્રમનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ૫ વર્ષની ઉંમરના બાળકો સાથે ૭૦/૭૫ વર્ષના મહિલાઓએ પણ ભાગ લીધો હતો. અને અવનવી રમતોની મજા માણી હતી. જેવી કે કૃષ્ણ અર્જુન, પિરામિડ, બલૂન ગેમ્સ, મેમરી ગેમ આવી અનેક રમતો રમી આનંદ માણ્યો હતો. સાથે અવનવા ઇનામ આપવામાં આવ્યા હતા. જેમાં બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને લોકોએ હાજરી આપી હતી. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લાના મહામંત્રી પારુલબેન ત્રિવેદી, દર્શનાબેન ભટ્ટ, ચેતનાબેન જોષી, દર્શના(દક્ષા)બેન જોષી, નીલાબેન પંડિત, ભાવનાબેન મહેતા સહિતનાઓએ સાથ સહકાર આપ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!