Saturday, January 4, 2025
HomeGujaratપત્તાપ્રેમીઓનાં રંગમાં પડ્યો ભંગ : અગ્યાર ઇસમોને જુગાર રમતા મોરબી સીટી એ...

પત્તાપ્રેમીઓનાં રંગમાં પડ્યો ભંગ : અગ્યાર ઇસમોને જુગાર રમતા મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડિવિઝનના પી.એસ.ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.એમ.વ્યાસની સુચના મુજબ કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમે મોરબીમાં કાલીકાપ્લોટ વોકળાના કાંઠે જુગાર રમતા અગ્યાર ઇસમોને પકડી પાડી જેલ હવાલે કર્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, પી.એસ.આઇ. કે.એચ.ભોચીયા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમિયાન મોરબી કાલીકાપ્લોટ વોકળાના કાંઠે અમુક ઈસમોને ગોળ કુડાળુ વળી જુગાર રમતા જોઈ જતા સ્થળ પર રેઇડ કરી જુગાર રમતા ઇસ્માઇલભાઇ હોથીભાઇ ચાનીયા, દિનેશભાઇ ચુનીલાલ પારેખ, અનિલભાઇ હરીભાઇ રાજા, કિશોરભાઇ ચંદુભાઇ રૂપારેલ, નરેન્દ્રભાઇ મનહરલાલ સોલંકી, ભગવાનજીભાઇ માયાભાઇ કુંભારવાડીયા, રજાકભાઇ સુલેમાનભાઇ કાથરોટીયા, કરીમભાઇ હુશેનભાઇ ચાનીયા, વિજયભાઇ હરીલાલ રાણપરા, વિનોદભાઇ નારણભાઇ કોટક અને રહેમતુલ્લા નુરમામદભાઇ કુરેશી નામના કુલ અગ્યાર ઇસમો મળી આવતા પકડી પાડી ઇસમો પાસેથી રોકડ રૂ.૪૧,૦૫૦/-નો મુદામાલ કબ્જે કરી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા ઇસમો વિરુધ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!