મોરબીમાં ગઈકાલે શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાના પત્ની સ્વ.સરોજબેનની ૫ મી વાર્ષિક પુણ્યતિથીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. નિરાધાર બહેનો માટે પરશુરામધામ ખાતે ૧૧ સિલાઈ મશીન મૂકી ભાવાંજલિ અર્પણ કરાઇ હતી.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે શ્રી પરશુરામધામ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ ભુપતભાઈ પંડ્યાના પત્ની સ્વ.સરોજબેનની ૫ મી વાર્ષિક પુણ્યતિથી હતી. જે નિમિતે ભુપતભાઇ પંડ્યા અને એમના પરિવાર દ્વારા જરૂરિયાત મંદ બહેનોને આજીવિકા મળે એવા ઉમદ્દેશ્યથી એક ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું અને પરશુરામધામ ખાતે ૧૧ સિલાઈ મશીન મુકવામાં આવ્યા હતા. જેની સાથે સાથે જરૂરિયાતમંદ બહેનોને નિઃશુલ્ક કોચિંગ પણ આપવામાં આવશે. જેનાથી બહેનો પગભર થઈ શકશે અને એમના પરિવારને મદદરૂપ બનશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.