ગુજરાતનાં DGP દ્વારા સમગ્ર ગુજરાતમાં કાયદો અને વયસ્થાની પરીસ્થિતી જળવાય રહે તેવા હેતુસર આવા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવનુ આયોજન કરવામા આવ્યું હતું. જે અન્વયે રાજકોટ જિલ્લાના રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના આપી માર્ગદર્શન આપ્યું હતું. જેને લઈ કાર્યવાહી કરતા દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પ્રોહિબિસનનાં ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી જેલ હવાલે કર્યો છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ પોલીસ કમિશ્નર, અધિક પોલીસ કમીશ્નર, નાયબ પોલીસ કમિશ્નર, ક્રાઇમ અને સ્પેશ્યલ બ્રાન્ચ તથા મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ તરફથી રાજકોટ શહેર વિસ્તારમાંથી પ્રોહિબિસન/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ ગેરકાયદેસર નશાયુકત પદાર્થનું વેચાણ / સંગ્રહ કરતા માણસો ઉપર કાયદેસર કાર્યવાહી કરતા તેમજ હાલમાં પ્રોહી ડ્રાઇવ ચાલતી હોય અને પ્રોહીના કેશોમાં નાસતા ફરતા આરોપીઓને પકડી ડ્રાઇવમાં પરીણામલક્ષી કાર્ય કરવા માટે સુચના કરેલ હોય જેમાં સતત પ્રયત્નશીલ રહી સફળ કેસો શોધી કાઢવા તેમજ આ અંગે અસરકારક કામગીરી કરવા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચનાં પી.આઈ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ. ડી.સી. સાકરીયા તથા તેમની ટીમના પોલીસ સ્ટાફના માણસો મોરબી પ્રોહી.ના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા લાયન્સનગર શે.નં.૧ દશામાં ના મંદીરની પાસે, સનાળા રોડ મોરબી ખાતે રહેતાં સાગર ઉર્ફે ચોટી નવધણભાઇ મુંધવાને ઇંગ્લીશદારૂની ફૂલ રૂ.૧૦,૮૦૦/- ની ૩૬ બોટલ તેમજ હુન્ડાઇ વર્ના કાર મળી કુલ રૂ.૩,૧૦,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.