Friday, September 20, 2024
HomeGujaratમોરબીના સુપ્રસિદ્ધ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનો પૂર્વ મંત્રી...

મોરબીના સુપ્રસિદ્ધ ધારેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાયેલ શ્રીમદ ભાગવત સપ્તાહનો પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ લ્હાવો લીધો

જે ઘરમાં રોજ શ્રીમદ્ દેવી ભાગવતનું કથા- કીર્તન થાય છે. પૂજા થાય છે એ ઘર પવિત્ર તીર્થભૂમિ બને છે. ધનધાન્યથી સમૃદ્ધ બને છે. આધિ- વ્યાધિ- ઉપાધિ દૂર થાય છે. સંતાન પ્રાપ્ત થાય છે . દીર્ધાયુ મળે છે. તેવું હિન્દૂ ધર્મમાં માનવમાં આવે છે. ત્યારે મોરબી તાલુકાના આદરણા ગામ પાસે આવેલ સુપ્રસિદ્ધ ધારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી મદ ભાગવત સપ્તાહનો પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ લ્હાવો લીધો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના આદરણા ગામ પાસે આવેલ સુપ્રસિદ્ધ ધારેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી મદ ભાગવત સપ્તાહમાં પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાએ ધર્મ લાભ લીધો હતો અને મહાદેવ મંદિરમાં જલાભિષેક પૂજા અર્ચનાનો લાભ લીધો હતો, અને વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર રાજુભાઈ પંડ્યાનુ સન્માન પણ સ્વીકારયું હતું. આ તકે બ્રિજેશ મેરજાએ પ્રાસંગિક પ્રવચન કરી જીવનમાં ધર્મનુ આચરણ કરી સામાજિક ચેતનાની આહલેક જગાડવા અનુરોધ કર્યો હતો, તેમજ ધારેશ્વર મંદિર સમિતિના આયોજકોના સુંદર આયોજન અને સ્વયં સેવકોની સેવાને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કથામાં વિશાળ સંખ્યામાં લોકો ભાગવત ગીતાનુ રસપાન કરી રહ્યા છે, આ પ્રસંગે બ્રિજેશ મેરજાની સાથે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધનજીભાઈ દંતાલીયા, તાલુકા પંચાયત સભ્ય અશોકભાઈ દેસાઈ અને આજુબાજુના ગામના સરપંચ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!