Thursday, September 19, 2024
HomeGujaratમોરબી માળીયા હાઈવે પર પુરપાટ ઝડપે જતી કારે બાઈકને હડફેટે લેતા એકનું...

મોરબી માળીયા હાઈવે પર પુરપાટ ઝડપે જતી કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત : એક ઈજાગ્રસ્ત

મોરબીમાં અકસ્માતોના બનાવો ઉત્તરોત્તર વધી રહ્યા છે. ત્યારે અમુક ગંભીર અકસ્માતોમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે આવી જ એક ઘટના મોરબી માળીયા હાઈવે પર બની છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારે બાઈકને હડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. જયારે એકને ગંભીર ઈજાગ્રસ્તઓ પહોંચી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી નવલખીરોડ યમુનાનગર-૨ કુળદેવી પાનની સામે રહેતા જીગ્નેશભાઈ રોહિતભાઈ ચાવડા નામનો યુવક ગત તા.-૧૯/૧૨/૨૦૨૨ ના રોજ તેના ભત્રીજા રાહુલભાઈ પ્રભાતભાઈ ચાવડા સાથે GJ-03-HD-9564 નંબરની હોન્ડા સાઈન બાઈક લઇ મોરબી માળીયા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પાછળથી GJ-11-BH-5091 નંબરની વેગનઆર કારના ચાલકે પોતાની કર પુરપાટ ઝડપે ચલાવી ફરિયાદી તથા તેના ભત્રીજા કે જે રોડના સાઈડ પર પોતાનું વાહન ચલાવી જતા હતા, તેને ભરતનગર ગામ પાસે અન્નપૂર્ણા હોટલ સામે હડફેટે લઇ પછાડી દેતા ફરીયાદીના ભત્રીજા રાહુલભાઈને માથામાં ગંભીર ઇજા થઇ હતી. જયારે ફરિયાદીને બંને પગમાં, કમરમાં છાતીના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેને લઇ બંનેને સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન રાહુલભાઈનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!