મોરબીમાં બાઈક ચોરતી ટોળકી ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી બાઈક ચોરીના બનાવો વધી રહ્યા છે. તેવામાં ગઈકાલે એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએથી બાઈક ચોરી થયાની પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં રણછોડનગરની બાજુમા શાંતીવન સોસાયટીમાં રહેતા કમલેશભાઇ માંડણભાઇ કરોતરા નામના યુવકે ગત તા.૨૩/૧૦/૨૦૨૨ના રોજ પોતાની GJ-03-BH-6205 નંબરની સ્પ્લેન્ડર પ્લસ બાઈક મોરબી રેલ્વેસ્ટેશન રોડ પર સીંધુભવનની બાજુમા હનુમાનજી મંદીર વાળી શેરીમાંથી પાર્ક કરી હાટી. અને બહાર ગયા હતા. જ્યાંથી તા.૨૫/૧૦/૨૦૨૨ ના રોજ પરત આવી જોતા બાઈક સ્થળ પર મળી ન આવતા તેણે આસપાસના વિસ્તારમાં જાત તપાસ કરતા પણ બાઈક ન મળતા આખરે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે.
જયારે અન્ય ચોરીના બનાવમાં મોરબીના ઘુટુ ગામમાં આવેલ ખરાવાડ વિસ્તારમાં રહેતા અને ડ્રાયવિંગનો ધંધો કરતા જગદીશભાઇ પ્રેમજીભાઇ સોરીયા પોતાનું હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ GJ-36-N-3996 નંબરનું બાઈક ગત તા-૧૬/૧૨/૨૦૨૨ ના રોજ ઘુટુ ગામના ખરાવાડ વિસ્તારમાં જાહેર શેરીમા પાર્ક કરી બહાર ગયા હોય જ્યાંથી પરત આવી જોતા બાઈક સ્થળ પર મળી ન આવતા આસપાસના વિસ્તારમાં જાત તપાસ કરી હતી. પરંતુ ક્યાંય બાઈક ન મળતા આખરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ IPC કલમ-૩૭૯ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે.