Tuesday, December 24, 2024
HomeGujaratટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું

ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચનું રાજીનામું

ટંકારાના કલ્યાણપર ગામના મહિલા સરપંચે એક વર્ષ પૂરું થાય તે પહેલાં રાજીનામુ આપી દીધું છે. ટીડીઓને પત્ર લખી કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપ્યું હોવાનું તેમણે જણાવ્યું છે. લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે રાજીનામું આપી દેતા હવે વહીવટ ઉપ સરપંચ દ્વારા કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના મહિલા સરપંચ ગીતાબેન ભાવેશભાઈ ગજેરાએ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું હતું તેઓ એક વર્ષથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે. પણ તેઓ મહિલા હોવાથી ઘર-પરિવારની જવાબદારી નિભાવવી પડતી હોય અને ઘરકામની સાથે ખેતીકામમાં વ્યસ્ત રહેતા હોવાથી સરપંચ તરીકે ગ્રામ પંચાયતમાં પૂરેપૂરી જવાબદારી નિભાવી શકતા નથી અને પંચાયતની કામગીરીમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હોય સરપંચ તરીકે રાજીખુશીથી રાજીનામુ આપું છું. કોઈના દબાણ વગર માત્ર ઘરકામની વ્યસ્તતાને કારણે રાજીનામું આપતા હોય તેઓએ આ રાજીનામુ મંજૂર કરવા જણાવ્યું છે.

ચુંટાયા બાદ એક વર્ષ પુરૂ કરે એ પહેલાં કલ્યાણપર પંચાયત ના મહિલા સરપંચ એ રાજીનામું ધરી દીધું છે લખધીરગઢ બાદ વધુ એક ગામમાં સરપંચે પંચાયતને રામ રામ કર્યા છે હવે ઉપસરપંચ ને સોપસે પંચાયતનો ચાર્જ પરંતુ ટંકારા નગરપાલિકા બને એ પણ જરૃરી છે એ માટે આજુબાજુના ગામોનો સમાવેશ કરે તો વિકાસ ને વેગ મળે અને ટંકારા ની પાધરે આવેલ ગામો પણ પાલિકા હેઠળ સમાવી સર્વાંગી વિકાસ નો લાભ મેળવી શકે. હવે જોવુ એ રહુ કે ટંકારા ક્યારે પાલિકાનો દરજ્જો મેળવે છે. પરંતુ હાલે આંતરીક રાજકારણ સતા માટે દાવપેચ કરી રહ્યાનું નરી આંખે જોઈ શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!