Saturday, January 11, 2025
HomeGujarat૩૧ ડિસેમ્બરના બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવતી મોરબી એલસીબી:દારૂની વીસ હજાર બોટલ...

૩૧ ડિસેમ્બરના બુટલેગરોના ઈરાદા પર પાણી ફેરવતી મોરબી એલસીબી:દારૂની વીસ હજાર બોટલ સહિત ૪૩.૯૪ લાખના મુદ્દામાલ સાથે બે ઝડપાયા

રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે.ચૌહાણ ને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીના આધારે 31 ડીસેમ્બરની ઉજવણી નિમીતે પંજાબથી મુન્દ્રા (કચ્છ) ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતા ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૦,૪૦૦ બોટલો તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૪૩,૯૪,૨૦૦/- ના મુદામાલ સાથે બે આરોપીને પકડી પાડ્યા છે.     

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, એલ.સી.બી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રામભાઇ મંઢ, નિરવભાઇ મકવાણા, કોન્સ્ટેબલ સંજયભાઇ રાઠોડ, ભગીરથસિંહ ઝાલાને સયુંકતમાં ખાનગી રાહે હકિકત મળેલ કે, અમદાવાદ તરફથી RJ-02-GA- 7202 નંબરનું એક ટાટા ટ્રક માળીયા મિ. તરફ આવનાર છે. જે ગાડીમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકતનાં આધારે અણીયારી ટોલનાકા પાસે વોચ ગોઠવતા હકીકત વાળી ટ્રકમાંથી રાજસ્થાનના બાડમેર જિલ્લાના જાયડુ ગામે રહેતા ચુનીલાલ સઓ દુર્ગારામ પુનીયા તથા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સનાવડા ગામે રહેતા દેવારામ હનુમાનરામ માયલા નામના ઇસમો સ્ટરલીંગ રીઝર્વ પ્રીમીયર બ્લેન્ડેડ વ્હીસ્કીની કુલ રૂ.૩,૨૪,૦૦૦/-ની કિંમતની ૧૦૮૦ બોટલો, મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કીની રૂ.૧૩,૦૫,૦૦૦/- કિંમતની ૩૪૮૦ બોટલો, મેકડોવેલ્સ-૦૧ કલેશન વ્હીસ્કીની રૂ.૧૧,૦૪,૦૦૦/-ની કિંમતની ૧૧,૦૪૦ બોટલો તથા ઓલ સીઝન ગોલ્ડન કલેકશન રીઝર્વ વ્હીસ્કીની રૂ.૪,૮૦,૦૦૦/-ની કિંમતની ૪,૮૦૦ બોટલો સાથે મળી આવતા પોલીસે દારૂના જથ્થા સાથે ટાટા ટ્રક, ચોખા ભરેલ ૨૨૪ બોરીઓ કે જેની અંદાજિત કિંમત રૂ.૧,૫૧,૨૦૦/- છે. જે મળી કુલ રૂ.૪૩,૯૪,૨૦૦/-ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ રાજસ્થાનના આબુરોડ પર રહેતા વિકાસ ઉર્ફે વિક્રમસિંગ નામના ઈસમનું પૂછપરછ દરમિયાન નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ કામગીરીમાં ઇન્ચાર્જ એલસીબી પીઆઈ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ. ચુડાસમા, એ.ડી. જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફ સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!