રાજકોટ જિલ્લા રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા ૩૧ ડીસેમ્બર અનુસંધાને મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા મોરબી જિલ્લા પોલીસ ને સૂચન કરેલ હોય દરમિયાન ૩૧ ડિસેમ્બરને લઈ માળીયા મીં.માં ઠાલવવામાં આવનાર દારૂનો મોટો જથ્થો માળીયા મીં. પોલીસે પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મીં. પોલીસની ટિમને ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, માળીયા મીં.માં GJ-12-CP-7043 નંબરની સુઝુકી કંપનીની સ્વીફ્ટ કાર આવનાર છે. જેમાં ગેર કાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકતનાં આધારે પોલીસે માળીયા મી જુની રેલ્વે ફાટક પાસે માળીયા જામનગર હાઇવે રોડ પર વોચ ગોઠવતા ગત સાંજે કાર ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તપાસ કરતા તેની અંદરથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇગ્લીશ દારૂ WILD HORSE XXX RUM 7 YEAR’S OLD AGED RUMની રૂ.૬૮,૪૦૦/-ની કિંમતની ૨૨૮ બોટલ મળી આવી હતી. જેને લઈ પોલીસે કારમાં સવાર મોરબી નવલખી રોડ રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાછળ રહેતા મહેબુબભાઇ સુલેમાનભાઇ સુમરા તથા સાગરભાઇ કાંતીલાલ પલાણ નામના ઈસમોની અટકાયત કરી વિદેશી દારૂ સહીત કાર મળી કુલ રૂ.૨,૬૮,૪૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. અને આરોપીઓને જેલ હવાલે કર્યા છે.