Friday, January 10, 2025
HomeGujarat૩૧ ડિસેમ્બરને લઈ ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી દારૂનો જથ્થો...

૩૧ ડિસેમ્બરને લઈ ચેકીંગ દરમિયાન મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

મોરબીમાં થર્ટી ફર્સ્ટ પ્યાસીઓ છાકટા ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. અને ઠેર-ઠેર રેઇડ કરી દારૂની હેરાફેરી કરતા શખ્સોને પકડી પાડી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી રહી છે. ત્યારે ગઈકાલે મોરબી જિલ્લા પોલીસે બે સ્થળોએથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસની એક બાદ એક રેઇડથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓએ ચેકીંગ દરમિયાન બાપા સીતારામ ચોક પાસે નગર દરવાજા પાસે મોરબીના માધાપર શેરી નં.૧૨ અસે રહેતા સુનીલભાઈ મહેદ્રભાઈ દેવાણી અને બોનીપાર્ક સગારાની વાડી રવાપર રોડ પર રહેતા દેવજીભાઈ ખેતાભાઈ પરમાર નામના યુવકોને અટકાવી તેમની પૂછતાછ કરી તપાસ કરતા તેમની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બ્લેક લેક એક્ષેસ રમની એક બોટલ મળી આવતા બંને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે અન્ય બનાવમાં મોરબી સીટી બી ડિવઝન પોલીસની ટીમે બાતમીના આધારે ઘુટુ રોડ, સ્મશાનની સામે, મસાણની મેલડી માતાજીના મંદીરની પાછળ રેઇડ કરી સ્થળ પર બાવળની કાંટમા છુપાવેલ ભારતીય બનાવટની વિદેસી ઇગ્લીશ દારૂની કંપની શીલપેક બોટલ મેક ડોવેલ્સ નં.૦૧ કલેક્શન વ્હીસ્કીની રૂ. ૭૬,૫૦૦/- ની કિંમતની ૨૦૪ બોટલો ઝડપી પાડી છે. અને મુદ્દામાલ સાથે લાલપર જુનાગામમા, રામજી મંદીર પાસે, ચંદુભાઇના મકાનમા ભાડેથી રહેતા જયેશભાઇ મનસુખભાઇ સેખલીયા તથા સીલ્વરપાર્ક સોસાયટીમાં ત્રાજપર ખારી પાછળ, જુના ઘુટુ રોડ પર રહેતા હસમુખભાઇ નાનજીભાઇ સારલા નામના યુવકની અટકાયત કરી છે. તથા મોરબીની સીલ્વરપાર્ક સોસાયટીમાં રહેતો દીપકભાઇ સીવરામભાઇ કોળી તથા ધ્રાંગધ્રાના રાજપર ખાતે રહેતો સીંધાભાઇ દસરથભાઇ કોળી નામના યુવકો સ્થળ પર મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!