Monday, May 6, 2024
HomeGujaratમોરબી ના બચુ બાપા ! ભૂખ્યા લોકોને જમાડી કરી રહ્યા છે સેવાયજ્ઞ

મોરબી ના બચુ બાપા ! ભૂખ્યા લોકોને જમાડી કરી રહ્યા છે સેવાયજ્ઞ

મોરબીના બચુ બાપા છેલ્લા ચાલીસ વર્ષથી ભૂખ્યાં ને જમાડે છે ભોજન! કોઈ અપેક્ષા વિના કરી રહ્યાં છે સેવા યજ્ઞ : પતિ પત્ની બન્ને કરતા હતા સેવા યજ્ઞ પરંતુ પત્નીના મોત બાદ હવે એકલા હાથે લોકોને જમાડે છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સ્ટેશન રોડ ની પાસે જ રોડ પર દેશી ભોજનાલય માં જામી રહેલ માણસો ને જમાડી રહેલા ૭૨ વર્ષ ના વૃદ્ધ નજરે પડે છે આ વૃદ્ધ નું નામ બચુબાપા છે છેલ્લા ૪૦ વર્ષ થી તેઓ આ જ પ્રકારે જાતે રસોઈ બનાવે છે જાતે જ પીરસે છે અને પ્રેમ થી જમાડે છે.. ૩ રૂપિયા માં ભરપેટ જમાડવા નું ૪૦ વર્ષ પહેલા બચુબાપા એ શરુ કર્યું હતું જો કે સમય સાથે રસોઈ નો સમાન મોંધો થયો જમાડવાના પૈસા પણ વધતા ગયા અને અત્યારે બચુબાપા ૨૦ રૂપિયા માં ભરપેટ જમાડે છે જો ૨૦ રૂપિયા ના હોય તો ૧૦ માં પણ એટલું જ જમાડે છે અને પૈસા જ ના હોય તો પણ અહી થી કોઈ ભૂખ્યું પરત ફરતું નથી આજે તેમને ત્યાં રોજ ૭૦ જેટલા લોકો જમવા આવે છે અને સેવાભાવી વૃતિ સાથે પ્રેમ થી જમાડતા બચુબાપા નું ગાડું આજ સુધી ક્યારેય અટક્યું નથી

બચુબાપા ની પત્ની નર્મદા બેન કે જેઓ નું અવસાન થઇ ચુક્યું છે આજે પણ તેમને યાદ કરતા જ તેમની આંખો ભીની થઇ જાય છે પત્ની ના અવસાન અને દીકરી ના લગ્ન બાદ બચુબાપા સાવ એકલા થઇ ગયા છે બસ તેમની રેકડી ની પાસે જ કપડા ની આડાસ બનાવી ને તેમાં જ તેઓ રહે છે પણ હા આજે પણ તેમના આ મહેલ માં તેમની પત્ની નો ફોટો તેમની સાથે જ રહે છે તેમના મન માં બસ સેવા ની અવિરત લાગણી વહી રહી છે જેના લીધે ૭૨ વર્ષ ની ઉમરે પણ શાકભાજી કે રસોઈ માટે ની તમામ સામગ્રી તેઓ તેમની સાથી સમાન સાયકલ પર જઈ ને લઇ આવે છે અને બપોર ના ૧૦.૩૦ થી સાંજ ના ૪ વાગ્યા સુધી આ જગ્યા પર આવનાર ને ક્યારેય પૈસા ના વાંકે ભૂખ્યા પરત ફરવું પડ્યું નથી.

ભોજનાલય ચાલુ કરવાનું બચુબાપા નું સપનું હતું અને ૪૦ વર્ષ પહેલા તેમણે શરૂઆત કરી તો તેમાં જોઈએ એવી સફળતા ના મળી ને નિરાશ બચુબાપા એ માતાજી ના શરણે જઈને માતાજી ના આશીર્વાદ લીધા બસ ત્યાર થી બચુબાપા નો આ સેવાયજ્ઞ કયારેય પૈસા વાંકે અટક્યો નથી ખુબ જ ઓછા પૈસા માં ભરપેટ જમવાનું મળે તો કોને શરુ ના લાગે અને હા જેની પાસે પૈસા નથી તેમને પણ પૈસા આપનાર ની જેમ જ પ્રેમ થી જમવાનું મળે તો એ કોણ ભૂલે જો કે બચુબાપા ના આ સેવા ની સુવાસ ધીમે ધીમે મોરબી માં ફેલાઈ રહી છે અત્યાર સુધી કોઈ ના ધ્યાન માં ના આવેલ આ બાબત હવે લોકો ને ધ્યાને આવી રહી છે અને લોકો જાતે જ બચુબાપા ના આ સેવાયજ્ઞ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે જેના લીધે હવે વધુ ને વધુ લોકો ના પેટ ની આગ ઠારવામાં બચુબાપા સફળ થઇ રહ્યા છે

કોઈ ના પેટ ની આગ ઠારવી એના થી મોટું પુણ્ય નું કામ બીજું શું હોઈ શકે બચુબાપા પોતે જ ફકીર જેવી જિંદગી જીવે છે છતાં સવાર પડે ને કેટલાય ભૂખ્યા માટે આશીર્વાદ સમાન સાબિત થઇ રહ્યા છે જાતે જ મહેનત કરી ને તેઓ આ કામ કરી રહ્યા છે ભલે મોંધી દાટ હોટલો માં ભોજન ની કિંમત વધુ હોય અને અહી ભલે પૈસા વિના જ જમાડવામાં આવતા હોય પરંતુ અહી બચુબાપા ના પ્રેમ નો સ્વાદ ભોજન ને વધુ સ્વાદીસ્ટ બનાવે છે અને બચુબાપા ની સેવા ની સુવાસ વધુ ને વધુ ફેલાઈ રહી છે જેના કારણે વધુ ને વધુ ગરીબો ના એક ટંક ના જમવાનો પ્રબધ પણ બચુબાપા ના માધ્યમ થી કુદરત જ કરી રહી છે ત્યારે આજે કળિયુગ માં પણ સતયુગ ના રૂપમાં બચુબાપા જેવા લોકો સાબિતી પુરી રહ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!